હું નાનો હતો અને જ્યારથી મને ટેક્ષ વિશે સમજણ પડવા લાગી ત્યાર થી હું દ્રઢપણે એવું માનતો કે આ દેશના વિકાસ ની ધીમી ગતિ નું કારણ આપણા નાગરિકોની ટેક્ષ ભરવાની અપ્રમાણિકતા છે. કાયદા ના કેટલાય છીંડાઓ વાપરીને લોકો કાયદેસર ટેક્ષ ભરવાનું ટાળે છે. આમાં ભલભલા ઉદ્યોગપતિ થી લઈને સરકાર નો સામાન્ય કર્મચારી પણ બાકાત નહી હોય . નાનો હતો ત્યારે હું એમ કહેતો કે મોટો થઇને હું એકદમ પ્રમાણિક ટેક્ષપેયર બનીશ અને એની જરૂરિયાતની જાગૃતિ લોકો માં આવે એ માટે પૂરતા પ્રયાસ કરીશ. આ દેશે આપણને ઘણું બધું આપ્યું છે અને આવક પ્રમાણે કાયદેસર ટેક્ષ ભરવો એ જ ખરી દેશભક્તિ છે એવું મારું કુમળું હૃદય વિચારતું.
પણ જે રીતે કેટલાક કેહવાતા બુદ્ધિજીવીઓ ના મતે છેલ્લા દોઢ વર્ષમાં આ દેશ "અસહિષ્ણુ" થઇ રહ્યો છે એમ છેલ્લા કેટલાક સમય થી જયારે મારે ટેક્ષ ભરવાનો વખત આવ્યો ત્યારે જ મારા વિચારો માં પણ પરિવર્તન આવ્યું .(કરચોરી નો વિચાર નથી આવ્યો પણ ટેક્ષ ભરવાનો ગર્વ થવો જોઈએ એવો મારો વિચાર ભાંગી ને ભુક્કો થઇ ગયો).
નાણાકીય વર્ષનો અંત નજીક છે, નવા નાણાકીય વર્ષનું બજેટ આવી ચૂક્યું છે, એના પરની "કીમતી" ચર્ચાને બદલે શોરબકોર કરીને સંસદમાં સમય બગાડીને કરદાતાના પરસેવાની કમાણી વેડફાઈ રહી છે ત્યારે એક આછેરી સંક્ષિપ્ત નજર કરીએ કરદાતા નો રૂપિયો ક્યાં જાય છે અને કેવી રીતે એનો (દૂર)ઉપયોગ થાય છે.
બંધારણની નજરે જોઈએ તો કરદાતાનું "યોગદાન" દેશના નાગરિકોને પાયાની સુવિધા પૂરી પાડવામાં વપરાય છે. માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ, વાહનવ્યવહાર,રેલ્વે, અન્તરિક્ષ અને સંશોધન, શિક્ષણ, સુરક્ષા , જાહેર આરોગ્ય અને આ ઉપરાંતની ઘણી બધી જાહેર સેવાઓ આ કર થકી જ તો ચાલે છે. આ ઉપરાંત લોકશાહીના મૂલ્યો ના પાયામાં રહેલી ચુંટણીઓ, ચૂંટાયેલા સભ્યોને મળતી સુવિધાઓ (સેવા કરવાને જ તો !), સંસદ અને બધા રાજ્યોની વિધાનસભાઓની કાર્યવાહીઓ અને બીજું ઘણું બધું આ દેશના કરદાતા ના ખિસ્સામાં થી જ તો જાય છે.
ખેર(અનુપમ નહી), આ તો થઇ પાયાની વાત. પણ આ સિવાય પણ ઘણું બધું કરદાતાના ગજવે પસાર થઇને નીકળે છે. આઝાદી પછી આ દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ ઓછી કરવા માટે કેટલીક બેઝીક જીવન જરૂરિયાત ની વસ્તુઓ પર સબસીડી આપવામાં આવેલી. સરવાળે આ સબસીડી પણ ટેક્ષપેયર ના ટેક્ષ માં થી જ આવે છે. સારા હેતુ માટેની આ સબસીડી માટે કોઈને પણ વિરોધ ના હોઈ સકે, પણ આ સબસીડી પર ઘણી વખત રાજકારણ પણ રમાયું અને ચુંટણી જીતવા માટે આ દેશ ના અર્થતંત્રના ભોગે પણ સબસીડીઓ જાહેર કરી. કાળાબજારી અને ભ્રષ્ટાચાર થયા એ તો અલગ જ. રાંધણગેસ અને કેરોસીન પર ગરીબીરેખા ની નીચે જીવતા લોકો માટે મળતી સબસીડી નો ખુલ્લો ગેરલાભ ઉઠાવીને હજારો કરોડો રૂપિયા ની કાળાબજારી થઇ. તો દિલ્હીમાં કેજરીવાલ સરકારે અર્થતંત્રને નેવે મુકીને ગરીબ અમીરનો ભેદ કર્યા વગર વીજળી પર સબસીડી આપી દીધી. મક્કા મદીના ની હજયાત્રા માટે પણ આ "અસહિષ્ણુ" દેશની "અંતિમવાદી" સરકાર દર વરસે કરોડો રૂપિયાની સબસીડી આપે છે(અમરનાથ યાત્રા માટેની સબસીડી બંધ થવાના સમાચાર વાંચેલા, પાકા પાયાની માહિતી ન હોવાથી એનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે) અને હા,આઝાદીના ૬૭ વર્ષ બાદ પણ પૂર્વાંચલના ઘણા રાજ્યોના અંતરિયાળ ગામમાં શિક્ષણ કે વીજળી હજુ પહોંચ્યા નથી.
આટલું તો સમજ્યા,સુકા સાથે લીલું બળે જ, પણ કરદાતાને ગુસ્સો ત્યારે આવે છે જ્યારે એના ટેક્ષમાંથી જતી સબસીડી પર થી ચાલતી દેશની વિખ્યાત યુનિવર્સીટીમાં આતંકવાદીને શ્રદ્ધાંજલિ અપાય છે, દેશવિરોધી નારા લગાવાય છે, ભણવાના નામે રાજકારણીઓ ના હાથા બની બેઠેલા વિદ્યાર્થીઓ ૭-૮ વર્ષ સુધી કરદાતાના પૈસે ત્યાં પડ્યા પાથર્યા રહે છે અને હા, એમણે વિરોધપક્ષ અને કેટલાક દંભી મીડિયા હીરો પણ બનાવી દે છે.આપણા, એક કરદાતાના પ્રમાણિકપણે ભરેલા ટેક્ષમાંથી જેમનો પગાર થાય છે એવા આ યુનિવર્સીટીના પ્રોફેસર જ્યારે એવું ભણાવે કે કશ્મીર તો ભારતે ગેરકાયદેસર રીતે પડાવેલું છે ત્યારે એક કરદાતા વિચારે છે કે શું આ માટે હું પ્રમાણિકપણે ટેક્ષ ભરું છુ?
બાળકો એ દેશ નું ભવિષ્ય છે અને શિક્ષણ માટે અપાતી શિષ્યવૃતિઓ અને અમુક ટોચની સંસ્થાઓને અપાતી સબસીડી બેશક એક સારી બાબત જ છે. પણ બદલાતા સમય સાથે એની સમીક્ષા કરવાની પણ જરૂર છે જ. જ્ઞાતિ આધારિત અનામત ની સાથે જ જ્ઞાતિ આધારિત શિષ્યવૃત્તિના પરિણામે કેટલાય ગરીબ બાળકો શિષ્યવૃત્તિ થી વંચિત રહે છે અને કેટલાય ફક્ત કોઈ જ્ઞાતિમાં જન્મ્યા હોવાની "વિશિષ્ટ" લાયકાતના લીધે શિષ્યવૃત્તિ "ઉડાવતા" પણ જોવા મળે.
ટોચની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, જેવી કે એઈમ્સ,આઇઆઇટી,આઇઆઇએમ વગરે માં કરોડો રૂપિયાની સબસીડી જાય છે. સ્વાભાવિક રીતે જ એમનું શિક્ષણનું સ્તર પણ ઊંચું છે જ. પણ એ માંથી બહાર નીકળતા હજારો પ્રતિભાશાળી નવયુવાનો કોઈ ના કોઈ કારણ થી વિદેશ જવાનું વધુ પસંદ કરે છે. કરદાતા એટલું તો ઇચ્છી જ સકે કે સરકાર એમની પ્રતિભા ને આ દેશના વિકાસ માટે વાપરે? અમુક વર્ષ માટે એમની સેવાઓ ને ફરજીયાત ના બનાવવી જોઈએ જેથી કરીને સરકારે એમનામાં કરેલું કરદાતાના રૂપિયાનું રોકાણ સાર્થક થાય?
આ ઉપરાંત હમણાં જેની બહુ ચર્ચા છે એવા વિજય માલ્યા કે જેઓ બેંક કર્મચારીઓ સાથેની મીલીભગત થી હજારો કરોડની લોન લઈને રફુચક્કર થઇ ગયા છે એ લોન પણ કરદાતાના પૈસાથી જ આવી છે. છેલ્લા દસ વર્ષ માં સાંભળેલા કોલગેટ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, ૨-જી (અને જીજાજી પણ ) વગેરે માં દેશ ને લાગેલો લાખો કરોડો નો ચૂનો પણ આખરે તો સીધી અસર આ દેશ ના નાગરિકો ને એટલે કે કરદાતાને જ કરે છે.

(મહારાષ્ટ્ર માં પાછલી સરકાર દ્વારા વેડફાયેલા કરદાતાઓ ના ૧૦૦ કરોડ)
જો કે દર વખતે કરદાતા નિરાશ જ થાય એવું નથી, હજારો એ એક એવી ખુશ કરતી ઘટના પણ બનતી રહે છે. રાંધણગેસની સબસીડી પરની કાળાબજારી રોકવા સીધું બેંક અકાઉન્ટ સાથે ગેસ કનેકસન નું જોડાણ એક સરાહનીય પગલું છે. સક્ષમ લોકોને સબસીડી છોડવા વડાપ્રધાન દ્વારા કરાયેલી અપીલ અને એને મળેલો જોરદાર પ્રતિસાદ પણ એટલો જ પ્રશંસાને પાત્ર છે.
(રક્ષામંત્રી મનોહર પરિકર દ્વારા કરાયેલુ નોંધપાત્ર કામ કરદાતા ને નિરાશાના રણમાં આશારૂપી મૃગજળ સમાન છે) (ઈમેજ કર્ટસી : Troll Politics Fb Page)
જ્યારે આપણે કોઈ દાન કરીએ ત્યારે પણ આપણે એક વસ્તુ પાક્કી કરતા હોઈએ છીએ કે એ દાન જરૂરિયાતમંદ સુધી પહોંચ્યું કે કેમ. આજે જ્યારે ટેક્ષ ભરવાનો થાય છે ત્યારે ટેક્ષપેયરના મનમાં વિચાર આવવો સ્વાભાવિક છે કે આ તો મે "મારા" દેશ ને આપ્યું છે, મારા દેશ ની સરકાર ને આપ્યું છે, મારા દેશ ના લોકો ના વિકાસ માટે આપ્યું છે. તો શું સરકાર એ કરદાતા ને એના કરનો "સાર્થક" ઉપયોગ થયો છે એનો ભરોસો આપવા બંધાયેલી નથી ? આ દેશ માં લોકશાહી ને જીવંત રાખવા, એના પાયાને ટકાવી રાખવા અને એને મજબુત બનાવવા સરકારે આ ભરોસો આપવો જ રહ્યો અને કરદાતા ના "મૂલ્યવાન" યોગદાન ને ઘણી રીતે વેડફાતું અટકાવવું જ રહ્યું.
સુપર સિકસ:
કોઈ વિદેશી મેહમાને આ દેશ માં ચાલતી લોલમલોલ જોઈ ને કહેલું - આ દેશ તો રામભરોસે ચાલે છે,
પણ હકીકત માં તો આ દેશ "ટેક્ષ "ના ભરોસે ચાલે છે.