બિહાર ની ચુંટણીઓની જાહેરાત થઇ ત્યારે ૨ ઘટનાઓ એવી બની કે આ સેક્યુલર લોકો ને હડકવા ઉપડ્યો
"હિન્દુઓની આસ્થા સમી મૂર્તિપૂજા તદન ખોટી છે અને હું એક એવા લેખક ની વાત કરું કે જેમણે નાનપણમાં આ મૂર્તિઓ પર મુત્રવિસર્જન કરેલું" - આવા વાહિયાત નિવેદન થી વિવાદો માં આવેલા લેખક એમ.એમ.કલબુર્ગી ની કોઈ ૨ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી . એમને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપતા આ દેશ માં પોતાની વાત કરવાનો અધિકાર છે જ, પણ એ જ રીતે કેટલાક હિંદુ સંગઠનો એ એમની વિરુદ્ધ માં રેલીઓ કાઢી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.(યસ, એમને પણ અધિકાર છે જ એનો). હજુ એમની હત્યા ના ગુનેગારો પકડાય એ પહેલા જ મીડિયાએ ચુકાદો આપી દીધો કે આમાં બીજેપી ની જ કોઈ ભગીની સંસ્થાઓ નો હાથ છે અને ભારત દેશ અચાનક જ "INTOLERANT" બની ગયો છે. આ લેખકની જે રાજ્ય માં હત્યા થઇ તે રાજ્ય માં કોંગ્રેસની સરકાર છે અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકાર ની છે (આ લેખકે સુરક્ષા માંગેલી જ અને હત્યા ના થોડા દિવસ પેહલા જ એમની સુરક્ષા હટાવાયેલી. ક્વેશ્ચન ટુ સ્ટેટ ગવર્મેન્ટ - વ્હાય?). તો પણ કેહવાતા બુદ્ધિજીવીઓએ કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યા અને સમાચાર ભૂખ્યા મીડિયા એ આને પ્રાઈમ ટાઈમ ખબર બનાવી દીધી.
બીજી ઘટનામાં ગૌમાંસ નું વેચાણ કરતા હોવાની અફવા વચ્ચે દાદરીમાં મુસ્લિમ યુવકની ટોળાએ હત્યા કરી નાખી. આ દાદરી ઉત્તર પ્રદેશ માં આવે છે અને ત્યાં ની કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી અખિલેશ યાદવ ની "સેક્યુલર" સરકાર ની છે. ટેકનીકલી, આ રાજ્ય સરકાર ની નિષ્ફળતા કેહવાય પણ કોઈ ગોટાળો કે ભ્રષ્ટાચાર વગર ધીમી પણ મક્કમ ગતિ એ ચાલતી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સમાચારમાં રહેવા માટે (સત્તા વગર અધીરા થઇ ગયેલા) વિપક્ષને મુદ્દો તો જોઈતો જ હતો. (હા, મોંઘવારી મામલે સરકાર એ કઈ ઉકાળ્યું નહોતું, કાળા ધન મામલે પણ. બટ જો એ મુદ્દા પર બોલવા જાય તો છેલ્લા ૧૦ વરસ સાથે સીધી સરખામણી થવાની બીકે એમણે સરકાર ની એ નિષ્ફળતાને નજરઅંદાઝ કરી. )
બંને ઘટના નિંદનીય છે અને કોઈ ની હત્યા કરવાનો આ દેશ માં કોઈ ને અધિકાર નથી.કેટલાક બીજેપી ના અક્કલ નો એક આંટો ઓછો છે એવા લોકો એ(સાક્ષી મહારાજ જેવા ) આ ઘટના પર બોલવામાં બાફ્યું અને કેહવાતા બુદ્ધિજીવીઓ, કેજરીવાલો , રાહુલ ગાંધીઓ અને ડાબેરીઓ ની આખી જમાતને દોડવું હતું અને ઘાટ તો શું આખો હાઇવે મળી ગયો.
સંસદ ના ૨ સત્ર આ મામલે ખોરવાયા. કેહવાતા બુદ્ધિજીવીઓ કે જેમને મોદી ના વડાપ્રધાન બનવાથી ગરાસ લુંટાઈ ગયો હોવાનું પ્રતિત થતું હતું એમણે "એવોર્ડ વાપસી" અભિયાન શરૂ કર્યું. (હરામ બરાબર કોઈ એ એવોર્ડ ની રકમ પરત આપી હોય તો, ફક્ત મેડલ અને સર્ટીફીકેટ પરત કર્યા). રાહુલ , કેજરીવાલ અને આખી ડાબેરી જમાતે દાદરી ની મુલાકાત લઈને મગરના આંસુ સાર્યા. દરેક ફિલ્મ ની રીલીઝ વખતે ચર્ચા માં રેહવા મથતા આમીર ખાન જેવા તકવાદીઓ એપણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા. બિહારની ચૂંટણીમાં બીજેપી એ રણનીતિ બનાવવામાં પછડાટ ખાધી. પોતે કરેલા લોકોપયોગી કાર્યો અને ભવિષ્ય ના ૫ વર્ષ ની બ્લુ પ્રિન્ટ આપવાને બદલે ગૌમાંસ,રાષ્ટ્રવાદ અને અનામત જેવા મુદ્દાઓ પર ઝંપલાવ્યું અને અધૂરામાં પૂરું હોય એમ શત્રુઘ્ન સિંહા જેવા લોકો એ "ખામોશ " રેહવાને બદલે ઘર ના ઘાતકી જેવું વલણ અપનાવ્યું. બિહાર માં બીજેપી ને લોકો એ જાકારો આપ્યો અને ભારતભર માં રહેલી "અસહીષ્ણુતા" પલભર માં ઉડીને ગાયબ થઇ ગઈ.
અસહિષ્ણુતા ભુલાઈ ચુકી હતી, એવોર્ડ વાપસી ના નાટકો બંધ થઇ ચુક્યા હતા એવામાં જ હૈદરાબાદ યુનિવર્સીટીના એક દલિત વિદ્યાર્થીને સુપ્રીમ કોર્ટે જેને ફાંસી ની સજા સંભળાવેલી તેવા યાકુબ મેમણ ને ટેકો આપવાના મુદ્દે થયેલી માથાકૂટ પછી યુનિવર્સીટીમાં ફરિયાદ થતા યુનિવર્સીટી એ સસ્પેન્ડ કર્યો. વિદ્યાર્થીએ લડવાના બદલે કાયરતાપૂર્ણ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો અને વિદ્યાર્થી દલિત હોવાથી કોઈ શહેર ના મેયર થી જરાક જ વધારે સત્તા ધરાવતા દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ , રાહુલ બાબા વગેરે મંડળી હૈદરાબાદ પહોંચી ગઈ અને વધુ એક વાર મગર ના આંસુ સારવાનો રાષ્ટ્રીય કક્ષા નો પ્રોગ્રામ યોજાયો.આ રાષ્ટ્રીય પ્રોગ્રામ માં અનેક સેક્યુલર જમાતના લોકો જોડાયા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને આ લોકો એ કસુરવાર ઠેરવી દીધા (જેનો જડબાતોડ જવાબ લોકસભા માં સ્મૃતિ એ આપેલો જે સાંભળવાની હિંમત પણ આ લોકો દાખવી સકેલા નહી) .
આ દરમિયાન વર્ષોથી ડાબેરીઓ(જેમણે ૧૯૬૨ના યુદ્ધમાં ખુલ્લેઆમ ચીન નો સપોર્ટ કરેલો) નો અડ્ડો બની ચૂકેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સીટી માં સંસદ પરના હુમલા માટે ફાંસી એ ચડાવેલા આતંકવાદી અફઝલ ગુરુ ની વરસીએ એને ટેકો આપતો કાર્યક્રમ યોજાયો. દેશવિરોધી સુત્રોચ્ચાર થયા. "અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતિલ ઝીંદા હૈ" , "ભારત તેરે ટુડે હોંગે, ઇન્શાનઅલ્લાહ ,ઇન્શાનઅલ્લાહ", "અબ હર ઘર મે અફઝલ હોગા" વગેરે સુત્રોચ્ચાર પછી પોલીસ હરકત માં આવી અને જેમણે કાર્યક્રમ ની મંજૂરી લીધેલી તે સ્ટુડન્ટ યુનિયન ના પ્રમુખ કન્હૈયા ને સળિયા પાછળ ધકેલી દીધો.
બસ ત્યાં તો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વાળી બ્રિગેડ નો બંધારણ પ્રેમ જાગી ઉઠ્યો. દેશ માં લોકોના અવાજ નું ગળું ઘોંટી નાખ્યું છે સરકારે અને કન્હૈયા ની વકીલાત માં મોદીવિરોધિઓ તૂટી પડ્યા. આ વખતે ભારતીય રાજનીતિના ઇતિહાસ નું સહુથી કલંકિત રાજકારણ રમાયું અને વિરોધપક્ષો આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ના ટેકા માં ઉમટી પડ્યા. સંસદ નું બજેટ સત્ર આ મુદ્દે ચાલશે એ ત્યારે જ નક્કી થઇ ચૂક્યું હતું.
આ સરકાર ની સૌથી મોટી મુશ્કેલીઓ એના વિરોધીઓ કરતા એના મંદબુદ્ધિ (યસ, મંદબુદ્ધિ જ) સપોર્ટરો છે. મોદી સરકાર અને એમની ટીમ ૧૦૧% વિરોધીઓ ને પહોંચી વળવા સક્ષમ છે જ પણ ત્યારે જ આ સપોર્ટરો કંઇક ઉંબાડિયું કરી બેસે છે. જયારે કન્હૈયાને કોર્ટ માં રજુ કરવા માટે લઇ જવાતો હતો ત્યારે જ કેટલાક વકીલોએ મોદી ને વ્હાલા થવાની લ્હાયમાં કાયદો હાથ માં લઇ ને કોર્ટ કેમ્પસ માં જ ટપલીદાવ કરી નાખ્યો અને સમગ્ર ચર્ચા યુનિવર્સીટી ની રાષ્ટ્ર વિરોધી ઘટનાઓ માં થી આ મુદ્દે ડાયવર્ટ થઇ ગઈ. (જેએનયુ અને શિક્ષણના અરાષ્ટ્રીકરણ પર વિસ્તૃત ચર્ચા ફરી ક્યારેક)
આ છેલ્લા છ મહિના માં મીડિયા અને આ કેહવાતા સેક્યુલર લોકો એ એક ઘટનાની બહુ જ સિફતપૂર્વક અવગણના કરી. એ છે પશ્ચિમ બંગાળ માં માલદા માં થયેલી કોમી હિંસા.ઇસ્લામ અને મોહંમદ પયગંબર માટે અભદ્ર કોમેન્ટ કરવા માટે કેહવાતા હિંદુ નેતા(?) કમલેશ તિવારી પર આકરી કલમ નાખી ને અંદર કરવામાં આવ્યો (અહી કેજરીવાલ કે ડાબેરીઓ ને અભિવ્યક્તિ નું સ્વાતંત્ર્ય ના સુઝ્યું? શું કન્હૈયાની જેમ કમલેશ તિવારી ને અભિવ્યક્તિ નો અધિકાર નથી ?) અને કમલેશ તિવારી ના માથા માટે ૧ કરોડ નું ઇનામ જાહેર કરાયું અને કમલેશ તિવારી ના વિરોધ માં માલદા આખું ભડકે બળ્યું, પોલીસ સ્ટેશન સળગાવી દેવાયું અને કરોડો ની સરકારી સંપતિને નુક્સાન પહોંચાડયું. ક્યાં હતા ત્યારે વિપક્ષો , સેક્યુલરો અને એવોર્ડ વાપસી કરનારા કોઈ ને આ મુદ્દો સંસદ માં ઉઠાવ વો જરૂરી ના લાગ્યો?
આ ૨૦૧૪ ના પરિણામો પછી રાજકીય પક્ષો (ખાસ કરી ને અત્યારના વિપક્ષો)નો એક ખતરનાક ચહેરો સામે આવ્યો. મોદી ના વિરોધ માટે તેઓ કઈ હદ સુધી જઇ શકે છે તેનું વરવું સ્વરૂપ લોકો સમક્ષ આવ્યું. કાલે કદાચ કોઈ બાહ્ય પરિબળ (પાકિસ્તાન) રાષ્ટ્ર સામે ઉંબાડિયું કરે ત્યારે તેઓ શાસક પક્ષ સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહે એમાં પણ એક પ્રશ્નાર્થ ઉભો થયો છે (૧૯૭૧ માં વાજપેયી અને તેમનો પક્ષ જે રીતે ઇન્દીરા સરકાર ની પડખે હતો એમ ).
અને સત્તાપક્ષ તરીકે ભાજપ પરફેક્ટ છે? ના, એની પણ કેટલીક ઉણપો છે જ . સત્તા મેળવવા માટે જમ્મુ કાશ્મીરમાં એણે સિદ્ધાંતોને નેવે મુક્યાજ છે. ઘણી રાજકીય મજબુરીઓમાં એણે ના કરવી જોઈએ એવી બાંધછોડ કરી જ છે. ચુંટણીઓ માં જ્ઞાતિવાદ નું રાજકારણ એણે પણ અપનાવ્યું જ છે. નિરપેક્ષ રીતે મુલવીયે તો એને પણ કઈ ખાસ માર્ક્સ મળે એમ નથી જ.
પણ અત્યાર ના તમામ ઉપલબ્ધ વિકલ્પો માં થી કોઈ એના થી સહેજ પણ શ્રેષ્ઠ છે? ના, ના અને ના . અત્યારે દેશ ને જરૂર છે એક નવા વિકલ્પ ની. નવા રાજકારણ ની. (હા, કેજરીવાલ એ જે હાઈપ ઉભો કર્યો હતો એવા નહી). લોકો એ ફરી એક વખત ચુંટણીનું શસ્ત્ર ઉગામવાની અને આવા રાષ્ટ્રવીરોધીઓને ખોળે બેસી જતા પક્ષોને કાયમ માટે ઘરે બેસાડી દેવાની.
સુપર સિકસ:
શાહરુખની ફિલ્મ ની બોક્ષ ઓફીસ કમાણી પર થયેલી અસર જોઈને આમીર ખાને કેજરીવાલ કરતા પણ વધુ શાર્પ યુ- ટર્ન લીધો

No comments:
Post a Comment