માનનીય થરૂર સાહેબ,
આદાબ !!!! (Feeling Secular,ah? Great!!!)
જો ફલાણી વ્યક્તિ સત્તા માં આવશે તો ભારત માં આભ તૂટી પડશે, ભારત ની અખંડ સંસ્કૃતિ ખતરામાં આવી જશે, એમની પાસે થી હિન્દુત્વ છીનવી લો !!! - આવા નિવેદનો જયારે તમારા જેવા ઇન્ટલેક્ચ્યુલ ના મોં એ થી સાંભળીયે ત્યારે અમારા જેવા લોકો માં ભારત ની સૌથી જૂની રાજકીય પાર્ટી પાસે રહીસહી ૧% ની આશા પણ ચકનાચૂર થઇ જાય છે!!!
લઘુમતીઓ માટેનો, (સોરી, લેટ મી કરેક્ટ માયસેલ્ફ - લઘુમતી વોટબેંક માટેનો) આપની પાર્ટી નો પ્રેમ અમારા થી અણછાજતો નથી જ. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જાહેર મંચ પર થી કહી ચુક્યા છે કે દેશની સંપતિ પરનો પહેલો હક મુસલમાનોનો છે એટલે અમને તમારા આ વિધાન થી હાર્ટ એટેક તો આવ્યો નથી જ. પરંતુ હમણાં જ પૂરી થયેલી ગુજરાત ચૂંટણીમાં તમારા યુવરાજ મંદિર મંદિર રમતા હતા એટલે અમને એમ કે થોડોક સુધારો છે પણ કૂતરાની પૂછડી સીધી થોડી થાય એવું ૨ મિનીટ માટે ભૂલાય ગયું હતું!!
બેશક તમારું આ નિવેદન એ ૨૦૧૯ ની તમારી તૈયારીઓ ની શરૂઆત છે પણ તમારું આ નિવેદન કેટલું વાજબી છે ? છેલ્લા ચાર વરસ માં તમે અનેક ઘટનાઓને રાજકીય રંગ આપી જ દીધો અને પરિણામ તમારી સામે છે જ. બળાત્કાર અને હત્યા માં જ્યાં લઘુમતી વિકટીમ હતા ત્યાં તમે થાય એટલી મેહનત થી હેશટેગ ટ્રેન્ડ કરાવ્યા છે. મંદસૌર અને કઠુઆ - આ બંને જગ્યાએ જઘન્ય અપરાધ થયો હોવા છતાં તમારું બંને ઘટના માટેનું સ્ટેન્ડ અમને દેખીતું છે જ, એ ઘટનાઓ ને રાજ્ય સરકારો ની કાયદો અને વ્યવસ્થા ની નિષ્ફળતા ગણાવીને જવાબદાર વિપક્ષ તરીકે આંદોલન કર્યા હોત તો પ્રચંડ જનસમર્થન મળત જ, પરંતુ એને પણ હિંદુ મુસ્લિમના વાઘા પેહરાવી દેવાનું તમારો પક્ષ ચુક્યો નહોતો!!
શું ચાર વરસમાં હિંદુ એટલો વધારે કટ્ટર થઇ ગયો છે? ચાર વરસ માં આ દેશ માં એટલી કોમી ઘટનાઓ બની ગયી કે આ મહાન દેશ ની સરખામણી એક કટ્ટર આતંકવાદી દેશ સાથે કરવી પડે? ઇન ફેક્ટ, તમે ચગાવેલી ૪-૫ ઘટના સિવાય એવું બન્યું નથી. ઉલટાનું, જ્યાં હિંદુ વિકટીમ હશે એવી ઘણી ઘટનાઓ બની હશે જેને તમે સરળતા થી નજરઅન્દાઝ કરી દીધી હશે, કાયમ ની જેમ !!!
શાહબાનો વખતથી આ રીતે ચુંટણી જીતવાનું તમારો પક્ષ કરતો આવ્યો છે, પરંતુ હવે સમય ,પવન અને જાગરૂકતા આ બધું જ બદલાયું હોય એવું નથી લાગતું તમને ? ૪૪ પર છેલ્લી ચૂંટણી માં અટકી ગયેલો ભારત નો સૌથી જુનો રાજકીય પક્ષ છેલ્લા ૪ વર્ષ માં પંજાબ ને બાદ કરતા બધે જ પછડાટ ખાઈ ચુક્યો છે. શું આ નિવેદન તમને ફીનીક્શ ની જેમ બેઠા થવામાં મદદ કરશે એવું તમે માનો છો ?
સરકાર ની અનેક નાકામીયાબીઓ છે. અનેક મોરચે તમે લોકો નો અવાજ બની શકો છો. પરંતુ તમને રસ ફક્ત હિંદુ પાકિસ્તાન માં જ છે. હવે યુગ બદલાયો છે. મતદાર વર્ગ દિવસે દિવસે શાણો થતો જાય છે અને વારે તહેવારે પરચા બતાવતો રહે છે.
ફ્રી હિટ:
શશી થરૂર : હિંદુ કટ્ટર થઇ ગયો છે .....પેહલા આવો નહોતો
બકો: સાચી વાત છે. પેહલા હમેશા સ્ત્રી નું સન્માન જાળવતો, હવે પત્ની ની હત્યા ના આરોપ લાગવા માંડ્યા છે!!
The most possible neutral review I can imagine
ReplyDelete